Thursday, May 26, 2011

श्रीराम भक्त वानर Visit of Shree Ram's Deity




 

 
 શ્રી કાલકા માતા મંદિર પટાંગણમાં રામકથા ગાયક દેવમિત્રાનંદ ગિરિજી અને રામકથા વાચક મહંતગોપાલદાસજી પ્રવચન આપી રહ્યા હતા. ઓચિંતા એક વાનર દર્શકો વચ્ચે અતિથિઓ માટેના માર્ગેથી શાંતિપૂર્વકચાલીને મંચ પર પહોંચ્યો. વાનરને જોઇને પહેલાં તો લોકો ચોંકી ગયા, પરંતુ પછી વાનરનો ધાર્મિક સ્વભાવ જોઇનેમુગ્ધ થઇ ગયા. જંગલી વાનર હતો, તે ઓચિંતો આવ્યો અને પછી જતો રહ્યો. દ્રશ્ય ફોટો જર્નાલિસ્ટ શાહિદમીરે કેમેરામાં કેદ કર્યું હતું.

દર્શકો વચ્ચેથી ચાલીને વાનર સીધો મંચ પર ચડી ગયો હતો. તેનાથી સ્વામીજી એક પળ માટે આશ્ચર્યચકિત થઇગયા હતા, પરંતુ વાનરનો શાંત સ્વભાવ જોઇને તેમણે પ્રવચન આપવાનું ચાલુ રાખ્યું હતું. ઓચિંતા વાનરનેઆવતો જોઇને બધા સંત-મહાત્માઓએ સ્મિત સાથે હાથ જોડીને અભિવાદન કર્યું હતું. વાનર તેમની સામે જઇનેબેસી ગયો. એક હાથ માઇક પર રાખીને વાનર પ્રવચન સાંભળી રહ્યો હોય એવી રીતે શાંત બેસી ગયો હતો.
ત્યાર બાદ વાનર ભગવાન શ્રીરામના ઉપાસક બડા રામદ્વારાના મહંત ગોપાલદાસજી પાસે ગયો. મહંતજી પાસેપહોંચતાંની સાથે વાનરે પોતાના પગ તેમના ખોળામાં મૂકી દીધા. પછી તેમનો હાથ પકડ્યોઅને આશીર્વાદઆપી રહ્યો હોય એવી રીતે એક હાથ માથે મૂક્યો હતો. દરમિયાનમાં તે પોતાનું મોઢું બે વાર મહંતજીના કાન સુધીલઇ ગયો હતો. વાનરે મહંતજીના કાનમાં કશું કહ્યું હોય એવું લાગ્યું હતું. વાનરનો આત્મીય વ્યવહાર જોઇનેમહંતજીએ પણ હાથ જોડીને આશીર્વાદ મેળવ્યા.


No comments:

Post a Comment


Popular Posts

Total Pageviews

Categories

Blog Archive